મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા, મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડમાં 24 શખ્સ જુગાર રમતા પકડાયા: 1.23 લાખથી વધુની રોકડ કબજે


SHARE













માળીયા, મોરબી અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડમાં 24 શખ્સ જુગાર રમતા પકડાયા: 1.23 લાખથી વધુની રોકડ કબજે

માળીયા (મી), મોરબી અને વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ જુગારની ત્રણ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે કુલ મળીને 24 શખ્સોને પકડ્યા હતા અને તેની પાસેથી 1,23,480 ની રોકડ કબ્જે કરીને હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને વાંકાનેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે નાસી ગયેલા બે શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માળીયા મીયાણામાં નવા રેલવે સ્ટેશન સામેના ભાગમાં રહેતા સુલેમાન માલાણીના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુલેમાન દાઉદભાઈ માલાણી (42), હાજીઆમીન જાનમામદ જેડા (32), હકીમ રસુલભાઈ ભટ્ટી (45) કાસમ જુમાભાઈ મોવર (45), ઈમ્તિયાઝ સુલેમાનભાઈ માલાણી (20), હસનભાઈ કરીમભાઈ મુસાણી (33), ફારૂક અલીમામદ જેડા (28), આરીફ શેરઅલીભાઈ લધાણી (34), અલાઉદ્દીન મુસાભાઇ જામ (25), મહેબૂબ હરધોરભાઇ મોવર (50), આદમ વલીમામદભાઈ જેડા (41), સિકંદર જાનમામદભાઈ જેડા (29), ઈકબાલભાઈ રાણાભાઇ મોવર (40), ઇલિયાસ જાનવમદભાઈ ભટ્ટી (27), સલીમ ગુલામહુસેનભાઇ ભટ્ટી (36) અને કાદર કાસમભાઈ સખાયા (52) રહે. બધા માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા 1,09,430 કબજે કર્યા હતા અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં આવેલ વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી શેરી નં-1 માં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રહીમ મહમદભાઈ સુમરા (45), સુલતાન અબ્દુલભાઈ સુમરા (39), નિઝામ યુનુસભાઈ દાવલિયા (29) અને ઇમરાન સામતભાઈ માણેક (30) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4,650 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાંકાનેરના માર્કેટ ચોક પાસે ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી ગયેલ હતી અને જો પોલીસે સ્થળ ઉપરથી મુકેશભાઈ નાજાભાઇ ગોહેલ (35), સંજયભાઈ નાજાભાઇ ગોહેલ (33), કલ્પેશભાઈ બાબુભાઈ મહેતા (48) અને અતાહુસેન હાતિમભાઇ ત્રિવેદી (50) ને 9,400 ની રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા અને મુકેશ વીકાણી રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર અને મુસ્તફા સબીરભાઈ હમીદ રહે. વાંકાનેર વાળા સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય પોલીસે કુલ 6 શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નાસી ગયેલા બે આરોપીઓને પકડવા માટે તજવીશરૂ કરેલ છે.




Latest News