મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે ઓરડીઓ-દુકાનો સહીત 16 દબાણો તોડી પાડીને 4 કરોડની જમીન ખુલ્લી કરાવતા મામલતદાર


SHARE









મોરબીના જૂના ઘૂટું રોડે ઓરડીઓ-દુકાનો સહીત 16 દબાણો તોડી પાડીને 4 કરોડની જમીન ખુલ્લી કરાવતા મામલતદાર

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામીઓએ જાતે દબાણ દૂર કર્યા ન હતા જેથી મામલતદાર સહિતની આજે બંદોબસ્ત સાથે ત્યાં પહોચી હતી અને જુદીજુદી ઓરડીઓ અને દુકાન સહીત કુલ 16 કોમર્શીયલ દબાણો તોડીને 4 કરોડની સરકારી જમીનને દબાણ મુક્ત કરેલ છે.

મોરબી ત્રાજપર ચોકડી પાસે જુના ઘૂટું રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ સાઇડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામીઓએ જાતે દબાણોને દૂર કર્યા ન હતા જેથી કરીને મંગળવારે જૂના ઘૂટું રોડે દબાણો હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સરકારી ખરાબાની જમીન પર કરવામાં આવેલા બંધકામોને સરકારી બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે મામલતદાર અને તેની ટિમ ત્યાં હાજર રહી હતી અને જે દબાણો હટાવવામાં આવ્યા છે તેમાં જુદીજુદી ઓરડીઓ અને દુકાન સહીત કુલ 16 કોમર્શીયલ દબાણો દુર કરીને અંદાજે 4 કરોડની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. તેવી માહિતી અધિકારીએ આપેલ છે.




Latest News