મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી


SHARE









મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જયારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાની યોગ દિવસની ઉજવણી મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે.

સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ અને સામાન્ય કસરત એ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં બેઠાડું જીવન અને વધારે પડતું તણાવ અનેક રોગનું કારણ બની રહ્યું છે. ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ તરીકે લોકોને યોગનું મહત્વ સમજાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાના હેતુથી સમગ્ર દેશ દુનિયામાં આ વર્ષે 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ' ની થીમ સાથે ૨૧ જૂનના રોજ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય કક્ષાએ અને તેની સાથે તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન  મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે. મોરબી શહેર કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરવાસીઓને ઉપસ્થિત રહેવા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ અનુરોધ કર્યો  છે. ઉલેખનીય છે કે, મોરબીની ઓળખ સમાન મણીમંદિર કે, જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે




Latest News