મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર બ્રીજ પાસેથી 242 બોટલો દારૂ-બીયરના 552 ટીન ભરેલ કાર સહિત 8.91 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર


SHARE













માળીયા (મી) ના હરીપર બ્રીજ પાસેથી 242 બોટલો દારૂ-બીયરના 552 ટીન ભરેલ કાર સહિત 8.91 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર

મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામના બ્રીજ પરથી ક્રેટા ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી અલગ અલગ બ્રાંડની દારૂની નાની મોટી 242 બોટલો તથા 552 બીયર ટીન મળી આવ્યા હતા જેથી 3,86,440 નો દારૂ અને મોબાઇલ ફોન તથા કાર મળી કુલ 8,91,440 નો મુદામાલ કબ્જે કર્યો છે.

આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની પેટા ચુટણી અન્વયે પ્રોહી./ જુગારની ગેરકાયદે પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે જેથી ડીવાયએસપી પી.એ.ઝાલાએ સખત પેટ્રોલીંગ કરવા માટે સૂચના આપી હતી જેથી માળિયા તાલુકા પીઆઇ આર.સી.ગોહિલન માર્ગદર્શન  હેઠળ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે પીઆઇને હકિકત મળી હતી કે હળવદ તરફથી એક ક્રેટા ગાડી નં જીજે 9 બીએન 3021 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની છે જેથી હરીપર ગામના બ્રીજ ઉતરવાના રસ્તા પાસે હાઇ-વે રોડ પર ઉપર વાહનો બ્લોક કરી વાહન ચેકીંગ કરતા હતા ત્યારે હકિકત વાળી કારનો ચાલક રોડ ઉપર બ્લોક કરેલ વાહનો જોઇ કાર મુકી નાશી ગયેલ હતો જેથી કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 242 બોટલો તથા બીયરના 552 ટીન મળી આવ્યા હતા જેથી 3,86,440 દારૂ બીયર તેમજ એક મોબાઇલ ફોન અને ક્રેટા કાર મળીને કુલ 8,91,440 નો મુદામાલ કબ્જે કર્યો છે અને હાલમાં ક્રેટા કાર મૂકીને નાસી ગયેલા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ સ્ટાફે કરી હતી.




Latest News