મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર-2 માં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ પકડાયા


SHARE









વાંકાનેરના ધમલપર-2 માં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ પકડાયા

વાંકાનેરના ધમલપર-2 માં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધમાલપર-2 પાસે માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ પ્રતાપભાઈ અબાસણીયા (28), ચેતનભાઇ ઉર્ફે બક્કો હકાભાઇ જીંજરિયા (19), નીતિનભાઈ દિનેશભાઈ માણસુરીયા (19) અને રવિભાઈ શંકરભાઈ કાંજિયા (28) રહે. બધા ધમાલપર-2 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા પ્રેમજીભાઈ અરજણભાઈ જોગડીયા (63) નામના વૃદ્ધ બાઈક લઈને ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News