મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે જુદાજુદા સમયે બે યુવાનોને માર મારીને અજાણ્યા 6 શખ્સોએ ધોળા દિવસે ચલાવી લૂંટ


SHARE











મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે જુદાજુદા સમયે બે યુવાનોને માર મારીને અજાણ્યા 6 શખ્સોએ ધોળા દિવસે ચલાવી લૂંટ

મોરબી જિલ્લાના ટંકારા નજીક ધોળા દિવસે કરવામાં આવેલ આંગડિયા લૂંટની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં ચા વાળાની દુકાન પાસે ચા લેવા માટે ગયેલા યુવાનને અજાણ્યા છ શખ્સો દ્વારા ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ધાક ધમકીઓ આપવામાં આવી હતી અને રોકડા રૂપિયા 30,000 ની લૂંટ કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના અમરેલી રોડ ઉપર એક યુવાનને છ શખ્સો દ્વારા મારમારીને તેના પાસેથી સોનાના ચેનબાઇક અને રોકડા રૂપિયા 20,000 ની લૂંટ કરવામાં આવે છે જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તેને તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદ તાલુકાના દેવળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વેલેંજા કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પાકો રામુભાઈ મુંદરિયા (45) નામના યુવાને અજાણ્યા 6 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે કારખાના નજીક આવેલ હરિભાઈ ની દુકાને ચા લેવા માટે થઈને ગયો હતો ત્યારે કેનાલના પુલિયા ઉપરથી બે બાઈકમાં કુલ છ અજાણ્યા શખ્સો ચાની હોટલ પાસે આવ્યા હતા અને ધોળા દિવસે ફરિયાદીને ગાળો આપીને 50,000 રૂપિયાની માંગણી કરી હતી ત્યારે યુવાને તેની પાસે રૂપિયા નથી તેવું કહ્યું હતું જેથી આ શખ્સો દ્વારા ધોકા વડે અને ઢીકાપાટુનો મારમારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ત્યારબાદ યુવાનને નીચે પાડી દઈને તેને માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને હાથે, પગે, પીઠના ભાગે આડેધડ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી મારથી બચવા માટે આ શખ્સોને માર ન મારો મારી પાસે 50 નહીં 30 હજાર રૂપિયા છે તેવું કહ્યું હતું જેથી 6 પૈકીના એક શખ્સે તેના ખિસ્સામાંથી રોકડા 30,000 રૂપિયા કાઢી લીધા હતા અને આ બાબતે તું કોઈને કશું કહીશ કે પોલીસને જાણ કરીશ તો બીજી વાર તને માર મારશું અને પતાવી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ભોગ બનેલા યુવાને આ બનાવની પોતાના પત્ની, દીકરા અને પુત્રવધુને જાણ કરતા તે લોકો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ 108 મારફતે તે યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનને જમણા પગે, કમરના ભાગે અને પાંસળીના ભાગે નાના-મોટા ફ્રેક્ચરો થયા હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી

આવો જ બનાવો મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર બન્યો હતો અને ત્યાં વિશ્વરાજસિંહ જાડેજા નામના વ્યક્તિને માર મારીને તેની પાસેથી 20 હજાર રૂપિયા રોકડા, એક સોનાનો ચેન અને મોટરસાયકલની અજાણ્યા 6 શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી હતી જેથી આ બંને બનાવ સંદર્ભે હાલમાં પ્રકાશભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા 6 શખ્સોની સામે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે.






Latest News