મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસેથી 48 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.72 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબીના પીપળી ગામ પાસેથી 48 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.72 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ શિવ પાર્ક સોસાયટી સામેથી પસાર થઈ રહેલી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની 48 બોટલો મળી આવતા પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને કુલ 3,72,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરીને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની બાજુમાં શિવ પાર્ક સોસાયટી પાસેથી સફારી કાર નંબર જીજે 5 સીપી 1734 પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂની 48 બોટલ મળી આવતા 62,400 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 10 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,72,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો રૂગનાથભાઈ એરણીયા (35) અને દર્શનભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વરાણીયા (30) રહે. બંને શિવ પાર્ક-2 પીપળી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સોની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં ગંભીર ઇજા

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા વિક્રમભાઈ અવચરભાઈ વાઘેલા (38)એ રીક્ષા નંબર જીજે 7 યુ યુ 0032 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વઘાસીયા ટોલનાકા પાસે તેઓના પત્ની ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (37) વાળાઓ ઉભા હતા દરમિયાન તેને રીક્ષા ચાલકે હડફેટે લેતા ફરિયાદીના પત્નીને ડાબી બાજુ કિડનીના ભાગે, આંતરડામાં તથા મણકાના ભાગે ગંભીર ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News