મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્હોટ્સએપમાં આવેલ એપ્લિકેશન ઓપન કરવાની સાથે જ મહિલાનો મોબાઈલ હેક અને બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ રૂપિયા સાફ


SHARE







મોરબીમાં વ્હોટ્સએપમાં આવેલ એપ્લિકેશન ઓપન કરવાની સાથે જ મહિલાનો મોબાઈલ હેક અને બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ રૂપિયા સાફ

છેલ્લા ઘણા સમયથી લોકોના મોબાઇલમાં હેકરો દ્વારા એપ્લિકેશન કોઈપણ રીતે સેન્ડ કરવામાં આવે ત્યારબાદ તે એપ્લિકેશન ઓપન થતાની સાથે જ મોબાઈલ ફોન હેક થઈ જતો હોય તેવી ઘટનાઓ સામે આવી છે તેવામાં મોરબીમાં રહેતા યુવાનના મોબાઇલ ફોન ઉપર આરટીઓ ચલણ લખીને એપીકે ફાઈલ નો મેસેજ આવ્યો હતો જે મેસેજ યુવાને તેની પત્નીના વ્હોટ્સ એપના સેન્ડ કરેલ હતો જેને ઓપન કરતાની સાથે જ મહિલાનો મોબાઇલ હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ કરતા વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લઈને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર 2 ખાતે રહેતા કાજલબેન સવજીભાઈ ગામી (36) નામની મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મોબાઈલ નંબર તથા અન્ય બેન્ક એકાઉન્ટ ધારકો આમ કુલ મળીને આઠ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના પતિના મોબાઈલન વ્હોટ્સ એપ ઉપર આરટીઓ ચલણ એપીકે ફાઈલ નો મેસેજ આવ્યો હતો અને તે મેસેજને ફરિયાદીના પતિએ ફરિયાદીના મોબાઈલ ફોન ઉપર સેન્ડ કર્યો હતો જેથી તે મેસેજને ઓપન કરતાની સાથે જ મહિલાનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાંથી કુલ મળીને 24,34,709 ને અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા અને મહિલાની સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News