મોરબીમાં સતવારા સમાજની બહેનો માટે સીવણ-ફેન્સી વર્કના કલાસનું આયોજન
SHARE









મોરબીમાં સતવારા સમાજની બહેનો માટે સીવણ-ફેન્સી વર્કના કલાસનું આયોજન
મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત સ્વ. સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્રમાં આગામી બેન્ચ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે અને સીવણ ક્લાસ તેમજ ફેન્સી વર્ક માટે જે બહેનોને આવવું હોય તેઓએ આગામી તા ૧૦ સુધીમાં તેઓના ફોર્મ ભરીને સતવારા નવગામ જ્ઞાતિની જગ્યામાં ચાલતા મહિલા સીવણ ક્લાસમાં પહોચાડવાના છે
મોરબીમાં સતવારા જ્ઞાતિની બહેનો માટે મોરબી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત સ્વ. સુશીલાબેન સુરેશ કુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્રમાં તા.૧૧-૧૨- ૨૦૨૧થી શરૂ થતા સીવણ ક્લાસ તેમજ ફેન્સી વર્ક (મોતી કામ,દોરી કામ, ઉન કામ ,માચી કામ) ના સત્રમાં દાખલ થવા માટે અરજી કરવાની રહેશે અને તેના માટેના ફોર્મ તા.૧૦-૧૨ સુધીમાં મોરબી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા મહિલા સીવણ ક્લાસ ઉપરના માળે કાલીકા પ્લોટ મોરબી ખાતેથી મેળવીને ત્યાં જ પહોચડવાના છે આ ફોર્મ મેળવવાનો અને સ્વીકારવાનો સમય જાહેર રજા સિવાય બપોરે ૧-૦૦થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી રાખવામા આવેલ છે તેવું મોરબી શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યુ છે
