મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધિરપુરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા


SHARE







મોરબીના લખધિરપુરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના લખધિરપુર ગામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૭૮૦ની રોકડ કબ્જે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના લખધિરપુર ગામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે લખધીરપુર ગામના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ કમલેશભાઈ પરમાર, ગોપાલભાઈ નવઘણભાઈ મુંધવા અને ધર્મેશભાઈ માધુભાઈ સોલગામાં મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૭૮૦ રૂપિયાની રોકડ કબજે કરી તેઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

દેશી દારૂ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવ નજીકથી બાઇક લઈને પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા બાઈક ચાલક પાસેથી પાંચ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦ રૂપિયાનો દારૂ અને વીસ હજાર રૂપિયાની કિંમતના બાઈક એમ કુલ ૨૦૧૦૦ ના મુદામાલ સાથે ગોપાલભાઈ રણછોડભાઈ ઝાપડા જાતે ભરવાડ (ઉમર ૨૫) રહે. રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News