મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની 30 બોટલ ભરેલ કાર સાથે એક પકડાયો: ટંકારામાં બિયરના 4 ટીન સાથે બે પકડાયા


SHARE

















મોરબીમાં દારૂની 30 બોટલ ભરેલ કાર સાથે એક પકડાયો: ટંકારામાં બિયરના 4 ટીન સાથે બે શખ્સ પકડાયા

મોરબીના બાયપાસ રોડે આવેલ સિનેમા પાસેથી પસાર થયેલ સ્વિફ્ટ ગાડીને પોલીસે રોકી હતી ત્યારે ગાડીમાંથી દારૂની નાની 30 બોટલ મળી આવી હતી આવી જ રીતે ટંકારામાં ઢોરા વાળા રસ્તે ગાયત્રીનગર પાસેથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કરતાં તે બંને પાસેથી બિયરના ચાર ટીન મળી આવ્યા હતા.

મોરબીના અમરેલી ગામની સીમમાં આવેલ નેક્સેસ સિનેમા પાસેથી પસાર થયેલી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એલ 3047 રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની નાની 30 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 11,125 ની કિંમતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 3,11,125 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જાવીદભાઇ ઇસ્માઇલભાઇ સાંઇચા (35) રહે. સાઈબાબાના મંદિર પાસે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે

ટંકારા ઢોરા વાળા રસ્તે ગાયત્રીનગર પાસે રોડ ઉપરથી ડબલ સવારી એક્ટિવા નંબર જીજે 36 એબી 5536 પસાર થઈ રહયું હતું જેને રોકીને પોલીસ દ્વારા વાહન ઉપર જ રહેલા બે શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી બિયરના ચાર ટીમળી આવ્યા હતા જેથી કરીને 436 ની કિંમતના બિયરના ટીમ અને 30,000 રૂપિયાની કિંમતનું વાહન મળીને 30,436 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી પ્રવીણભાઈ કરણાભાઈ મોરી (27) રહે. ત્રણ હાટડી શેરીમાં ટંકારા અને સિકંદરભાઈ હસનભાઈ મોઢિયા (38) રહે. મઢવાળી શેરીમાં ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તે બંને સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. 

હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના લધીરનગર ગામે રહેતા હસમુખભાઈ રેવાદાસભાઈ નિમામત (63) નામના વૃદ્ધને બીમારી સબબ હાર્ટ ટેક આવી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.




Latest News