મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો


SHARE































ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો

ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને ભાગમાં બાંધકામનો સામાન લીધો હતો જેમાંથી બે લાકડાના પાટીયા યુવાને પાછા માંગતા સામેવાળાએ તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના લજાઈ ગામે સ્મશાન નજીક પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ જીવાભાઇ ચાવડા (45)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ મોહનભાઈ સારલા રહે. લજાઈ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેણે અને આરોપીએ મકાન બાંધકામનો સર સામાન સંયુક્તમાં લીધો હતો. તેમાંથી બે લાકડાના પાટીયા ફરિયાદીએ પાછા માંગ્યા હતા જે આરોપીને સારું લાગ્યું ન હતું અને આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.












Latest News