મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન
SHARE









મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન
મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 18 વર્ષથી નાની ઉમરના બાળકો સ્કૂલે વાહન લઈને જતાં જોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કરીને તેના વાલીઓને બોલાવીને 19 વાલીઓ સામે ટ્રાફિક પોલીસે કેસ કર્યા હતા અને 105 જેટલા સ્કૂલ વાહનના ચાલકો પાસેથી દંડ લેવામાં આવેલ હતો અને 14 સ્કૂલ વાહનને ડિટેઇન કર્યા છે.
મોરબીમાં અન્ડર એજ ડ્રાઇવીંગ, સ્કુલ વાન ચેકિંગ માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસમાં કુલ 708 સ્કુલ વાનને ચેક કરી હતી જેમાંથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા 105 સ્કુલ વાહનના ચાલકોની પાસેથી 48,900 નો દંડ લેવામાં આવેલ હતો જયારે 14 સ્કુલ વાહનને ડીટેઇન કર્યા હતા જો કે, અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીરના વાલીને પોલીસે બોલાવ્યા હતા અને 19 વાલીઓની સામે કેસ કર્યા હતા. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીમાં સ્કૂલ વાહન વાળાઓને ટ્રાફિક તથા આર.ટી.ઓ. ના નિયમોનું પાલન કરવા માટેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે કરવામાં આવેલા પરિપત્રોનો અમલ કરવા માટે સમજ આપવામાં આવી હતી.
