મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું
SHARE









મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું
વાંકાનેરમાં રહેતા વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું મોરબીમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. અને તેઓએ પત્રકાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે તેઓએ પત્રકારોને જણાવ્યુ હતું કે, મોરબી શહેર તથા જિલ્લાના લોકો કોઈપણ રજૂઆત કે પ્રશ્ન હોય તો તેની લેખિતમાં રજૂઆત કરી શકશે.
મોરબી કલેકટર કચેરી ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલય ખાતે મોરબીના પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને કેસરીદેવસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી શહેર તથા જિલ્લાના લોકોના કેન્દ્ર અને રાજ્ય સરકારે લગતા કોઈ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તેની રજૂઆત તેઓ કરી શકશે. અને લોકસભા ચાલુ ન હોય ત્યારે દર સોમવારે તેઓ મોરબી કલેકટર ખાતે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે હાજર રહેશે અને લોકોના પ્રશ્નો ઉકેલાય તથા લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે યોગ્ય જગ્યાએ લોકોની વાતને પહોચાડશે.
ખાસ કરીને આ તકે પત્રકારો દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય અને સુવિધાઓ વધે તે માટે થઈને મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં રહેવા ફરવા લાયક સ્થળોને ડેવલોપ કરવામાં આવે તે ઉપરાંત મોરબીમાં મચ્છુ નદીના કાંઠે રિવરફ્રન્ટની વર્ષોથી વાતો કરવામાં આવે છે તેને સાકાર કરવામાં આવે તથા અન્ય જે નશાકારક વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે તેના સહિતના દૂષણો છે તે દૂષણોને ડામવા માટે થઈને પણ સાંસદને કહેવામા આવ્યું હતું.
