મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE

















વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસની સામેના ભાગમાં ખરાબામાં સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 52 બોટલ મળી આવી હતી જેથી કરીને 65,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે આવેલ પાવર હાઉસની સામેના ભાગમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 52 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 65,600 ની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને આરોપી ચેતનભાઇ મનસુખભાઈ અણિયારીયા (22) રહે. લાકડધાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રામદેવસિંહ રહે. રાયસંગપર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામથી લાકડધાર તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના પાસે ખરાબાની જગ્યામાંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી 2,800 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અરવિંદભાઈ બાબુભાઈ અણીયારીયા (19) રહે. લાકડધાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નમ્રતાબેન કરમશીભાઈ (25) નામની મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને પ્રાથમિક સારવાર માટે ચરાડવાને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News