મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ


SHARE











મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ

મોરબીમાં સગીરા સાથે સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરીને દુકાનના ચેન્જરૂમ તેમજ કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જે કેસ મોરબીની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. તેમજ જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 25 હજારનો દંડ કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2023 માં મોરબીમાં રહેતી સગીરાની માતાએ મોરબી એ ડીવીઝનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેની સગીર દીકરી શાળામાં ભણવા માટે જતી હતી અને એકટીવા બહાર કાઢવા માટે અયાન આરબ નામના છોકરાએ તેની મદદ કરી હતી ત્યાર બાદ તે ફરિયાદીની દીકરીના સંપર્કમાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયાથી ફરિયાદીની દીકરી સાથે વાતચીત કરતો હતો. ત્યાર બાદ રવાપર રોડ પર આવેલ કપડાના શો રૂમમાં તેને બોલાવીને મુસ્તુફા દલવાણી સાથે પરિચય કરાવ્યો હતો અને મુસ્તુફાએ બંનેના ફોટો મોબાઈલમાં પાડી લીધા હતા. ફોટો વાયરલ કરવાની ધમકી આપી કપડાના દુકાનના ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતુ અને તેની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યાર બાદ રવાપર રોડ પર આવેલ કાફેના બોક્સમાં લઇ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને રમજાન મહિનો ચાલુ થતા સ્નેપ ચેટમાં કોલ કરી રોજા રાખવા માટેની સગીરાને ધમકી આપી હતી. 

જે ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને એન.ડી. કારિયાએ કોર્ટમાં રજુ કરેલ પુરાવાઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાને લઈને વિશેષ ન્યાયાધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ, ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ, મોરબી જજ કે.આર.પંડ્યાએ આરોપી મુસ્તુફા સાજીદ દલવાણી (19) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને કસુરવાન ઠેરવ્યો છે અને આરોપીને જુદીજુદી કલમ હેઠળ આજીવન સખ્ત કેદની સજા તેમજ કુલ મળીને 25,000 નો દંડ કરવામાં આવેલ છે અને ભોગ બનેલ સગીરાને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ રૂપિયા તેમજ આરોપીઓ દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 4.25 લાખ રૂપિયા ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો છે.





Latest News