મોરબીના વોર્ડ નંબર ૩ માં સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાંખી દિવાલ કરો : મહેશ રાજ્યગુરૂ
મોરબી જીલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ
SHARE









મોરબી જીલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી જીલ્લા ખાતે તા.૩ ડિસેમ્બરના સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડૉકટરી સર્ટિ. તેમજ યુડીઆઇડી કેમ્પ અને દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન તેમજ ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટેનો વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ તકે મતદાર નોધણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મદદનીશ મતદાર નોધણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને મામલતદાર ગ્રામ્ય ડી.જે.જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપના નોડલ બી.એમ.સોલંકી, સિવિલ હોસ્પિટલના અધિક્ષક પ્રદીપ દૂધરેજીયા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ લેબર ડી.જે.મહેતા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, મોરબી જિલ્લાના સ્પેશિયલ શિક્ષકો, તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.
