મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૩ માં સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાંખી દિવાલ કરો : મહેશ રાજ્યગુરૂ


SHARE









મોરબીના વોર્ડ નંબર ૩ માં સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાંખી દિવાલ કરો : મહેશ રાજ્યગુરૂ

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૩ માં પાલીકા દ્રારા ભારતી વિદ્યાલય સામે આવેલ સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાંખીને ફરતી દિવાલ (કમ્પાઉન્ડ વોલ) બનાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.ત્યારે વોર્ડમાં આવેલા અન્ય સાર્વજનિક પ્લોટમાં પણ પેવર બ્લોક નાંખીને સાર્વજનીક પ્લોટની ફરતે દિવાલ બનાવવામાં આવે તેવી પાલીકાના ચીફ ઓફિસર સમક્ષ મોરબી શહેર કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ માંગ કરેલ છે.

વધુમાં મહેશભાઇ રાજયગુરૂએ જણાવ્યું છેકે ભારતી વિદ્યાલય સામે આવેલ સાર્વજનિક પ્લોટની જેમ જ સામાકાંઠા વિસ્તારની ઘણી સોસાયટીઓમાં સાર્વજનિક પ્લોટ આવેલા છે તે સોસાયટીના રહેવાસીઓને તે પ્લોટ ઉપયોગમાં આવે અને અન્ય ઇસમો દ્રારા સાર્વજનીક પ્લોટમાં દબાણ ન થાય તે માટે વોર્ડ નંબર ૩ માં આવેલ અન્ય સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાંખીને દિવાલ કરવી જોઇએ.જેમ કે રોટરીનગરના ગરબી ચોકનો સાર્વજનિક પ્લોટની ફરતે દિવાલ બનાવવા, ન્યુ રીલીફનગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાંખી ફરતી દિવાલ બનાવવા, રીલીફનગર અને રોટરી નગર પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસે પેવર બ્લોક નાંખવા, રામકૃષ્ણ પ્રાથમિક શાળા પાસે આવેલ સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાંખીને કમ્પાઉન્ડ વોલ બનાવવા તેમજ ભાગ્યલક્ષ્મી સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાંખીને ફરતે દિવાલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.ઉપર જણાવાયેલ વિસ્તારોમાં જો નગરપાલિકા દ્વારા પેવર બ્લોક નાંખીને ફરતી દિવાલ બનાવી આપવામાં આવે તો આ સાર્વજનિક પ્લોટો લોકોને ઉપયોગી બને અને પ્લોટમાં દબાણ કરી કોઇ જમીન પર ગેરકાયદેસર કબ્જો ન લઇ શકે તે માટે ઉપર જણાવેલ સ્થળોએ પણ નગરપાલિકાએ પ્રજાહિત માટે તાત્કાલિક અસરથી પેવર બ્લોક નાંખીને સાર્વજનીક પ્લોટની ફરતે દિવાલ બનાવવા માટે યોગ્ય પગલા લેવામાં આવે તેવી આ વિસ્તારના રહેવાસીઓની પણ લાગણી અને માંગણી છે. ઉપરોક્ત વિસ્તારમાં તાત્કાલિક મોરબી નગરપાલિકા દ્વારા પેવર બ્લોક અને સાર્વજનિક પ્લોટની ફરતે દિવાલ કરવામાં આવે તો વિસ્તારના રહીશોને તે જગ્યા ઉપયોગી બનશે અને સાર્વજનિક પ્લોટમાં થતું દબાણ અટકશે માટે આ બાબતને ધ્યાનમાં લઇને નગરપાલિકા દ્વારા પ્રજાહિતમાં વોર્ડ નંબર ૩ ના અન્ય સાર્વજનિક પ્લોટમાં પણ પેવર બ્લોક નાંખીને તેને ફરતી દિવાલ બનાવવામાં આવે તેવી લેખીતમાં લાગણી અને માગણી મોરબી શહેર કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરૂએ કરેલ છે




Latest News