મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશથી આવતા લોકોનો RTPCR ફરજિયાત: સરકારી-ખાનગી આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા


SHARE













મોરબીમાં વિદેશથી આવતા લોકોનો RTPCR ફરજિયાત: સરકારી-ખાનગી આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટના લીધે ફરીથી ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે ભારત સરકારની નવી ગાઈડલાઈન મુજબ કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટથી પ્રભાવિત કુલ ૧૧ હાઈરિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓને ભારતમાં દાખલ થયેથી RTPCR રીપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે , તેમજ RTPCR રીપોર્ટ નેગેટીવ આવ્યેથી વધુ ૭ દિવસ માટે હોમ કોરન્ટાઇન રહેવાનું રહે છે , તેમજ ૭ દિવસ પૂર્ણ થયેથી ૮ માં દિવસે ફરીથી તેમનો RTPCR રીપોર્ટ કરવામાં આવે છે .

જો આ પ્રવાસીઓમાં ૭ દિવસ દરમિયાન જો કોરોનાના કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય અને કોવીડ પોઝીટીવ આવે તો તેઓને અલગથી આઇસોલેશન કરવાના રહે છે ઉપરોક્ત વ્યવસ્થા માટે મોરબી જીલ્લા વહીવટી તંત્ર તરફથી આવા પ્રવાસીઓ માટે હોટેલ આઇસોલેશન તેમજ હોસ્પિટલ આઇસોલેશનની અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે આ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવેલ છે તેમજ સ્વખર્ચે હોટેલ આઇસોલેશન માટે હોટેલ રીઝેન્ટા ૮ A નેશનલ હાઇવે મોરબી તેમજ સ્વખર્ચે હોસ્પિટલ આઇસોલેશન માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિસ્ટી હોસ્પિટલ એમ ૨ પ્રાઇવેટ ફેસીલીટી આવા પ્રવાસીઓ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેઝીગ્નેટેડ કરવામાં આવેલ છે વધુમાં અત્યાર સુધી મળતી માહિતી મુજબ હાલમાં આપવામાં આવી રહેલ કોરોના વેક્સીન આ નવા ઓમીક્રોન વેરીએન્ટ સામે પણ કારગત નીવડી શકે તેમ છે આથી વેક્સીનેશનમાં બાકી પ્રથમ તેમજ બીજા ડોઝના લાભાર્થીઓ વહેલી તકે વેક્સીનેશન લઇ લેવા સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર મોરબીની જનતાને નમ્ર અપીલ કરે છે .




Latest News