મોરબીમાં વિદેશથી આવતા લોકોનો RTPCR ફરજિયાત: સરકારી-ખાનગી આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા
મોરબીમાં કાલે વનસ્પતિઓનું પોસ્ટર પ્રદર્શન યોજાશે
SHARE









મોરબીમાં કાલે વનસ્પતિઓનું પોસ્ટર પ્રદર્શન યોજાશે
મોરબાના શનાળા રોડ ઉપર કાલે મયુર નેચર કલબ દ્વારા પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને જુદીજુદી વનસ્પતિની ઓળખ કરાવવાનું આયોજકો દ્વારા આયોજન કરાયું છે.
મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા કાલે તા.૫ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ ખાતે પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ સંસ્થા દ્વારા જુદીજુદી વનસ્પતિનું ઓળખ લોકોને થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં આશરે ૧૦૦ જેટલી વનસ્પતિની તલસ્પર્શી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવશે અને આ કાર્યક્ર્મમાં જે લોકો આવે તેઓને કોરોના મહામારીના પગલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
