માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ગૂંગણ ગામે ત્રણ વર્ષથી નર્મદાની માઇનોર કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતું હોય ખેડૂતો હેરાન: નિગમ નિંદ્રાધીન!


SHARE

















મોરબીના ગૂંગણ ગામે ત્રણ વર્ષથી નર્મદાની માઇનોર કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતું હોય ખેડૂતો હેરાન: નિગમ નિંદ્રાધીન!

મોરબી તાલુકાના ગૂંગણ ગામ પાસેથી નર્મદાની માઇનોર કેનાલ પસાર થઈ રહી છે અને આ કેનાલ પાસે આવેલ ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી લીકેજ અને શિપેજના કારણે ભરાઈ રહે છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જેની ખેડૂત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા નિગમના અરજી અને ફરિયાદો કરવામાં આવે છે છતાં નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ દ્વારા કેનાલમાંથી થતાં લીકેજ અને શિપેજના પાણીને રોકવા માટેની લેશમાત્ર કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય છે તેની સાથોસાથ તેને કરેલી મહેનત ઉપર નર્મદાનું પાણી ફરી વળતું હોવાના કારણે ખેડુતોની મહેનત પણ એળે જતી હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આવી નુકસાની કેટલા વર્ષ સુધી ખેડૂતોને સહન કરવી પડશે તે પ્રશ્ન ઊભો થયો છે

મોરબી તાલુકાના ગૂંગણ ગામે ખેતીની જમીન ધરાવતા અને રાજકોટના મોચીનગર વિસ્તારની અંદર રહેતા રામદેવસિંહ બી.જાડેજા દ્વારા નર્મદા નિગમની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેરને અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ મોરબી તાલુકાના ગૂંગણ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી લીકેજ અને શિપેજના કારણે જે નર્મદાનું પાણી ખેતરમાં ભરાય છે તે પાણીને રોકવા માટે તેમને લેશમાત્ર કામગીરી નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ નથી જેથી કરીને દર વર્ષે ખેડૂતોને પોતે કરેલી મહેનત ઉપર નર્મદાનું પાણી ફરી વળે છે અને તેની સાથોસાથ દર વર્ષે ખેતરની અંદર કરવામાં આવતી ખેડ સહિતની કામગીરી માટેનો લાખ રૂપિયાનો ખર્ચો કરે છે તેના ઉપર પણ પાણી ફરી વળતું હોય ખેડૂત પાક લઈ શકતા નથી

ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને અત્યાર સુધીમાં વર્ષ ૨૦૧૯. ૨૦૨૦ અને ૨૦૨૧ માં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે જોકે નર્મદા નિગમના અધિકારીઓ નર્મદાની કેનાલમાંથી પાણી નીકળે છે તેને રોકવા માટે કામ કરતા ન હોય ખેડૂતોને નુકસાની થઈ ગઈ છે અને આ નુકસાનીનો અંત ક્યારે આવશે તે પણ હાલમાં કહેવું મુશ્કેલ છે કારણ કે જવાબદાર અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ મળતો નથી દર વર્ષે ઉનાળામાં કામગીરી કરવાનું કહેવામાં આવે છે જો કે ઉનાળા દરમિયાન કેનાલ રિપેરીંગ માટેનું કામ કરવામાં આવતું નથી તેની સાથોસાથ કેનાલમાં ઊગી નીકળેલા જંગલને કટિંગ માટે પણ કામગીરી કરતા નથી જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં નર્મદાનું પાણી ભરાઈ જવાના લીધે નુકસાની સહન કરવી પડી રહી છે આમ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક લઈ શકતા નથી અને નર્મદાનું પાણી ભરાઈ જવાના કારણે પાકને પણ નુકસાન થાય છે જેથી કરીને આ પીડામાંથી ખેડૂતને વહેલી તકે મુક્તિ મળે તે જરૂરી છે નહીં તો આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતને ખેતી કેવી રીતે કરવી તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે 




Latest News