મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને વૃદ્ધને બે પાડોશીએ મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને વૃદ્ધને બે પાડોશીએ મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા વૃદ્ધ સવારમાં નિત્યક્રમ મુજબ ચાલવા માટે જતા હતા ત્યારે પાડોશમાં રહેતા બે વ્યક્તિ દ્વારા વૃદ્ધ તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા રાખીને તેને ગાળો આપીને લાકડીઓ વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ બે શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા રામજીભાઈ વશરામભાઈ આંબલીયા (75)એ હાલમાં ભલાભાઇ માલાભાઈ આંબલીયા અને કમલેશભાઈ ભલાભાઇ આંબલીયા રહે. બંને માળિયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલની બાજુમાં મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે 6:00 વાગ્યાના અરસામાં ચાલવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓની પાડોશમાં રહેતા આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર પોતાના ઘરમાં તાંત્રિક વિધિ કરતાં હોવાની શંકા રાખીને તેઓને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી મેન રોડ ઉપર વોંકળાના કાંટા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ઝવેરભાઈ લખવાણી (30) રહે. વાવડી રોડ રાધા પાર્ક સોસાયટી હનુમાનજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News