મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા
મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો
SHARE







મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો
ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું મોરબીના સીરામીક મેન્યુ. એસો.ના હોલ ખાતે યોજાયો હતો જેમાં અધિકારીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ તેમાં હાજર રહ્યા હતા.
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક મેન્યુ. એસો.ના હોલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડસ, સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબીના સૌર્જન્ય થી "ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ" સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સીરામીક એસો.ના આગેવાનો સાથે રીતુરાજસિંગ સાયન્ટિસ્ટ E & HEAD, મનીષકુમાર સાયન્ટિસ્ટ D, પ્રવેશ અગ્રવાલ CGCRI અને નેશનલ સેરા લેબ મોરબીના જેરામભાઈ કાવર હાજર રહ્યા હતા અને આ સેમિનારને સફળ બનાવ્યો હતો આ તકે સિરામિક ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
