મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો
મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ
SHARE







મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકો આડેધડ વાહન પાર્ક કરે છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આડેધડ વાહન પાર્કિંગના લીધે ઘણી વખત જીવલેણ અકસ્માત પણ થાય છે જેથી જિલ્લા ટ્રાફીક પોલીસ ટ્રાફીકના નિયમોનુ ત્યાં પાલન કરાવે તેવી લોકોની માંગ છે.
ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં મોટા અકસ્માત સર્જાયા છે તે સૌ કોઈ જાણે છે જેથી આડેધડ પાર્ક કરનારા ટ્રક ચાલકો સામે મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ લાલ આંખ કરીને કામ કરે તેવી માંગ ઉઠી રહી છે ઉલેખનીય છે કે, ટીંબડી ગામ આસપાસ ઉધોગો હોવાથી ટ્રક સહિતના ભારે વાહનોની અવરજવર વધુ રહે છે જો કે, રોડની બંને બાજુએ ટ્રક સહિતના ભારે વાહનોને પાર્ક કરવામાં આવે છે જો આવા સંજોગોમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઊઠે છે જો કે, ટ્રાફીક પોલીસ દ્વારા લોકોની પીડાને સમજીને ક્યારે કામ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
