મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત
SHARE







મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત
સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી. થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવેલ છે
જેના બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) અંતર્ગતના ફેઝ-૧ ના ૯૯ આવાસ અને ફેઝ-૨ ના ૧૦૫ આવાસ આમ કુલ-૨૦૪ આવાસોના DPR માટેની સરકાર માંથી મંજુરી મળેલ છે. આવા આવાસોના કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામની શરૂઆત કરવામાં આવશે. ઉપરોક્ત મંજુર થયેલ આવાસો માટે યોજનાની ગાઈડલાઈન મુજબના બાંધકામોમાં સરકાર દ્વારા નિયમોનુસાર ચાર તબક્કામાં રકમ ૪.૦૦ લાખની સહાય ફાળવવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવેલ છે.
