વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત
મોરબી નજીક કારખાનામાં લોખંડના ઘોડા ઉપરથી નીચે પડતા માથામાં ઇજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબી નજીક કારખાનામાં લોખંડના ઘોડા ઉપરથી નીચે પડતા માથામાં ઇજા પામેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબીના બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે હિના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લોખંડના ઘોડા ઉપર ચડીને સફાઈ કામ કરતો યુવાન નીચે પટકાયો હતો જેથી તેને માથામાં અને શરીરે ઇજાઓ થયેલ હોવાથી ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું છે જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે હિના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં આવેલ ફોનિક કલરના કારખાનામાં કામ કરતો ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ (40) નામનો યુવાન કારખાનામાં લોખંડના ઘોડા ઉપર ચડીને સફાઈ કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ગત તા. 11/7 ના બપોરના 3:30 વાગ્યાના અરસામાં તે યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના બેલા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શિવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા પ્રતિકભાઇ મનહરભાઈ ફેફર (29) એ હાલમાં મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે બેલા ગામની સીમમાં આવેલ રોડ ઉપર શ્રીરામ પેકેજીંગ કારખાનાના ગેટની બહાર તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 ડીકે 0219 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

