વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત
SHARE









વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત
વાંકાનેર તાલુકાના વસુધરા ગામે રહેતા પરિવારની 11 વર્ષની દીકરી ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને ગામના પાદરમાં આવેલ નદીએ ગઈ હતી દરમિયાન પગ લપસતા નદીના પાણીમાં તે બાળકી પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા જગદીશભાઈ હાડગરડા ની 11 વર્ષની દીકરી માનસીબેન હાડગરડા ગામની નજીક આવેલ બેનેયો નદીના કાંઠે ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને લઈને ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર તે બાળકીનો પગ લપસવાના કારણે તે નદીમાં પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકીના પરિવારજન ભરતભાઈ નાથાભાઈ હાડગરડા (37) રહે વસુધરા ગામ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

