મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન
મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું
SHARE









મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું
મોરબી આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સિવિલ હોસ્પિટલમાંથી અમુક દર્દીઓના સગાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેવી કે પ્રસૂતિ બાદ મહિલાઓને ચલાવીને બીજા અલગ વોર્ડમાં લઈ જવામાં આવતી હોઈ, કોઈ વ્હીલચેર કે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ પીએમ રૂમ પાસે મસમોટા ખાડાઓ હતા. ઇમરજન્સી એક્સિટ લખેલા દરવાજાઓને અલીગઢી તાળાઓ મારેલા હતા. પીએમ રૂમની અંદર પાણી પડવાની પણ મોટી સમસ્યા હતી. જેથી કરીને બુધવારે સિવિલની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બાદ જવાબદાર અધિકારીઓને વીડિયો બતાવીને ત્વરિત કામ ચાલુ કરાવવા માટેનું સૂચન કર્યું હતું જેથી તંત્ર દોડતું થયું છે અને આજે પીએમ રૂમ ઉપર પાણી નિકાલના મોટા ભૂંગળા નાખવામાં આવ્યા, અલીગઢી તાળાઓ તોડી ગ્રિલને ઓઇલ પાણી કરવામાં આવ્યું, ખાડાઓ બુરવામાં આવ્યા, પ્રસૂતિ બાદ મહિલાઓ માટે વ્હીલચેર અને સ્ટ્રેચરની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી, નવું જનરેટર પણ ત્વરિત આવી ગયું, આમ દર્દીઓની અનેક સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. તેવી માહિતી પંકજભાઈ રાણસરીયાએ આપી હતી.

