મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું
એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ
SHARE









એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ
સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી આવે ત્યાર બાદ લોકોમાં ઘણી વખત વેરઝેર થાય તેવું જુદાજુદા ગામોમાં જોવા મળે છે જો કે, સૌહાર્દ, સંસ્કાર અને સહયોગી ચેતનાનો શ્રેષ્ઠ સંયોગ એટલે માળીયા મિયાણાં તાલુકાનું મહેન્દ્રગઢ ગામ. આ ગામમાં સરપંચ બાદ ઉપસરપંચની વરણી પણ બિન હરીફ કરવામાં આવેલ છે.
થોડાક સમય પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતનું ચૂંટણીમાં વાદવિવાદ અને મતભેદથી ઉપર રહીને સમરસ પદ્ધતિ દ્વારા ગામના સરપંચ તરીકે છાયાબેન કમલેશભાઈ નિમાવતને સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી અને નાના એવા ગામમાં લોકશાહીનું ઉતમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ પંચાયતની બોડી દ્વારા સર્વસંમતિથી જાનકીબેન મહીપતભાઈ ઠોરિયાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. આમ ગામમાં સરપંચ અને ઉપસરપંચની વરણી બિનહરીફ થવાથી ગામમાં સંપ, શાંતિ, સુમેળ અને એકતા અકબંધ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે મળીને ગામને પ્રગતિશીલ બનાવે અને આ ગામ અન્ય લોકો માટે આગામી દિવસોમાં પ્રેરણારૂપ બને તેવી લાગણી ગામના લોકોએ વ્યક્ત કરી છે.

