મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE





માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

માળીયા મીયાણા તાલુકાના માણબા ગામના પાદરમાં આવેલ તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મુતકના પરિવારજન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો બળવંતભાઈ કેસરાભાઈ બારીયા (31) નામનો યુવાન માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણસર તે પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ધનસુખભાઈ મોહનભાઈ બારીયા (46) રહે હાલ સિમ્પલો સિરામિક કારખાનામાં વાધરવા મૂળ રહે. દાહોદ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે વાડી વિસ્તારમાં અનુબેન વખતસિંહ ડાહીમા નામની દોઢ વર્ષની બાળકીને વીંછી કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ રઘુરામ ખાંડેખાં (34) નામના યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે અજાણ્યા બાઈક વાળાએ હડફેટે લેતા યુવાનને ઈજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News