માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં
SHARE









મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામ નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે રીક્ષાની આડે ગાય આવવાના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી અને ત્યારે રિક્ષામાં બેઠેલા બે યુવાનોને ઇજા થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા નજીક આવેલ સાલદીપ કારખાનામાં રહેતા સુનિલ રાજેન્દ્રભાઈ ઠાકુર (28) અને વિરાજ ઉપેન્દ્રભાઈ ઠાકુર (21) નામના બે યુવાનોને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ સનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસેથી બંને યુવાન રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે રિક્ષાની આડે ગાય આવવાના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી અને તે અકસ્માતના બનાવમાં બંને યુવાનને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.
યુવાન સારવારમાં
મોરબીના રાજપર ગામે રહેતો દીપ હિતેશભાઈ સનારીયા (19) નામનો યુવાન રાજપરથી શનાળા આવવાના રસ્તા ઉપર આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના અમરનગર ખાતે રહેતા અશોકભાઈ વલ્લભભાઈ ભોજાણી (50) નામના આધેડને વીસી ફાટક સર્કલ પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવન પોલીસને જાણ કરવામાં આવી હતી.

