મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ
મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વના ગુણોનુ સિંચન કરવાના હેતુસર યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
મોરબીની સૌપ્રથમ સીબીએસસી સ્કુલ ઓસેમ સીબીએસસી સ્કુલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપરાંત સર્વાંગી વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ છે ત્યારે તાજેતરમાં વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વ ના ગુણો નો વિકાસ થાય, વૈશ્વિક સમસ્યાઓ અને તેના ઉકેલ, વિવિધ દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નો વિકાસ તેમજ વિવિધ કરારો કઈ રીતે થાય, તે ઉપરાંત યુનાઇટેડ નેશનસ (સંયુક્ત રાષ્ટ્ર સંઘ) ની કાર્યપ્રણાલી જેવી વિવિધ બાબતો અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર સ્કુલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ દેશોના પ્રતિનિધીઓની ભુમિકા ભજવી હતી.
સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, ડાયેટ ના આચાર્ય વિજયભાઈ સુરેલીયા, ડો.સંદીપ ચાવડા, સ્લોગન ગૃપના જાણીતા ઉદ્યોગપતિ મિતલ સંઘાણી, માસુમ વિદ્યાલયના આચાર્ય અંકિત મેવાણી, ક્લાક્સ્ પ્રિમિયર-કોટાના મેનેજીંગ ડિરેક્ટર રીચા શર્મા, ઓસેમ ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.

