હળવદના અમરાપર શાળામાં બાળ સંસદ ચૂંટણી, બંધુનગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો
મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
SHARE









મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
મોરબીમાં આવેલ નવલખી રોડે જે વાહનો પસાર થાય છે તેવા ઓવરલોડ માલ ભરેલો હોય છે અને કેટલાક વાહન ચાલકો નશાકારક પદાર્થોનું સેવન કરીને બેફામ ગતિમાં ઓવરલોડ વાહનો ચલાવતા હોય છે જેથી કરીને આવા વાહન ચાલકોની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા આરટીઓના અધિકારીને લેખિત રજૂઆત કરીને માંગ કરેલ છે.
હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, નવલખી હાઈવે પરથી પસાર થતા કેટલાક ઓવરલોડ વાહનોમાંથી કાંકરી, પથ્થર, રેતી અને કોલસો રસ્તા ઉપર પડે છે. જેથી ગંભીર અકસ્માત થવાનું જોખમ રહે છે તેમજ નશાની હાલતમાં કેટલાક વાહન ચાલકો ભૂતકાળમાં આ રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં નિર્દોષ લોકોનો જીવ આવા વાહન ચાલકોના લીધે ન જાય તે માટે વાહન ચેક કરવામાં આવે અને ઘણા વાહન ચાલકો પાસે લાયસન્સ પણ ન હોય તેવી શક્યતા છે જેથી કરીને આ બાબતે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કોઈ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આરટીઓ કચેરીની રહેશે. તેવું જણાવ્યુ છે તેમજ આગામી 8 દિવસમાં જો સંતોષકારક કાર્યવાહી આરટીઓ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગામ લોકોને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

