મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર
SHARE









વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર
વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ - ૧, ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના રૂપિયા ૨૫૪ કરોડની રકમ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મંજૂર કરવામાં આવી છે. મચ્છુ - ૧, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતર્ગત વાંકાનેર અને ચોટીલા તાલુકાના વિવિધ ગામોને સૌની યોજના લિંક- ૩ માથી નર્મદા આધારિત પાણીનો લાભ આગામી દિવસોમાં મળતો થસે. ઠાંગા વિસ્તારનો સૌપ્રથમ વખત ડેમોને જોડી સિંચાઇ માટે પાણી ભરવાનો પ્રથમ વખતનો માસ્ટર માસ્ટર પ્લાન હશે જે ડેમોને નવીનીકરણ સાથે જોડવાની મહત્વની યોજના બની રહેશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક ગામને પાણી પહોંચાડવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ માસ્ટર પ્લાન તૈયાર કરાવી, અમલમાં મૂકી આ યોજના અંતર્ગત પાઇપલાઇન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી ૨૦ ગામોને લાભકર્તા કુલ ૧૧ જળસ્રોતોને સાંકળવા માટેના કામને વહિવટી મંજૂરી આપેલ છે. આ યોજના અંતર્ગત પાઇપલાઇન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી કુલ ૨૦ જળ સ્ત્રોતોને સાંકળવા માટેના કામને સિંચાઇ વિભાગ તરફથી ૨૫૪ કરોડના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે .
આ યોજનાના કુલ ૨૦ જળસ્ત્રોત પૈકી ૧૧ જેટલી નાની સિંચાઈ યોજના થકી વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળા, તેમજ ચોટીલા તાલુકાના મોલડી, જીંજુડા, ચાપણા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજનામાં મચ્છુ - ૧ થી ત્રિવેણી ઠાંગા જળાશયને જોડવા અને વાંકાનેર તાલુકાના ત્રણ ગામો અને ચોટીલા તાલુકાના ૧૭ તળાવોને ભરવા માટે નર્મદાના દસ લાખ ધન ફૂટ પાણીના જથ્થાને મંજૂર કરવામાં આવ્યો છે. તૈયાર થનાર ત્રણ પમ્પિંગ સ્ટેશનનોમાં મોરબીના વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે આવેલ હયાત લિંક- ૩ પેકેજ- ૪ અને પેકેજ- ૬ ના પમ્પિંગ સ્ટેશનની હયાત જમીનમાં બનાવવામાં આવશે. જેનો એક પંપનો ડિસ્ચાર્જ અંદાજે ૪૨૪૮૩ હજાર લિટર/ મિનીટ તથા પમ્પિંગ હેડ ૧૨૩ મીટર છે.
બીજા પમ્પિંગ સ્ટેશન વાંકાનેરના ભલગામ ગામના સરકારી ખરાબામાં બનાવવામાં આવશે જેનો એક પંપનો ડિસ્ચાર્જ ૪૧૬૩૩ લિટર/મિનીટ તથા પમ્પિંગ હેડ ૮૧ મીટર અને ત્રીજું પમ્પિંગ સ્ટેશન ચોટીલા તાલુકાના કાળાસર ખાતે તૈયાર થસે જેનો એક પંપનો ડિસ્ચાર્જ ૧૮૨૬૬ લિટર/મિનીટ તથા પમ્પિંગ હેડ ૪૮ મીટરનો છે અને આ યોજનામાં અલગ અલગ કેપેસિટીના કુલ ૧૩ પંપ મૂકવામાં આવશે. આ યોજના હેઠળ વાંકાનેર તાલુકાના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ અને ચોટીલા તાલુકાના ચાણપા, ભીમીગઠ, મોલડી, જીંજુડા, કાળાસર, ખેરડી, લાખચોકિયા, કુંઢડા, રેશમિયા, પાંચવડા, ત્રાંબોડા, રાજપરા, ચીરોડા, કાબરણ, ત્રિવેણી ઠાંગા, ગુંદા, કુલજર, સાલખડા નાની સિંચાઈ યોજનાનો લાભ છેવાડાના પછાત ગામોના ખાતેદાર ખેડૂતોને આગામી સમયમાં મળશે.
આમા કુલ ૭૮૮૫૦ મીટરની લંબાઈમાં પાઇપલાઇન નાખવામાં આવશે જેનાથી ૧૩૪૪૫ એકર જમીન અને ૧૭૦૦ જેટલા ખેડૂતોને સિંચાઈ યોજનાના પાણીની સુવિધા સુદદ્ધ થશે આ યોજના પરિપૂર્ણ કરવામાં રૂપિયા ૨૫૪ કરોડનો ખર્ચ થશે. વાંકાનેર તાલુકા મેસરિયા, ઠીકરિયાળા અને જાલીડા જળાશયોની આ યોજના થકી મંજૂર થયેલ જેમાં ઠીકરીયાળા, મેસરીયા, ભલગામ, જાલીડા, સમઠીયાળા, રાતડીયા, મહીકા જેવા ગામોને લાભ મળશે જે થકી વાંકાનેર તાલુકા પંચાયતના ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કર્યો છે.

