મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને વાંકનેર તાલુકામાં આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીમાં યુવાન અને વાંકનેર તાલુકામાં આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને તેમજ વાંકાનેરના મેસરિયા પાસે આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ગભરામણ થવા લાગી હતી અને તે બંને હાર્ટ અટેકનો હુમલો આવી જવાના કારણે તે બંને વ્યક્તિઓના મોત નીપજયાં હતા જે અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં હનુમાનજી મંદિર પાસે રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (39)ને ગઈકાલે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થવા લાગી હતી અને હાર્ટ અટેકથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પિતા નટુભાઈ નાગજીભાઈ સારેસા (64)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકામાં મેસરિયા નજીક આવેલ લેટીસ જીન કેર કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને કામ કરતા પૃથિરાજ કુંભાર કુમારા મણી કુંભાર (57) નામના આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થવા લાગતા તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન હાર્ટ અટેક આવી જવાના કારણે તે આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News