મોરબીના માણેકવાડા ગામે સગીરા સાથે દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ: માજી મંત્રી, ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
SHARE







મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ: માજી મંત્રી, ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે મોરબીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના માજી મંત્રી, ધારાસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારો અને શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યાર બાદ આર્મીના નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
26 જુલાઈના રોજ કારગીલ વિજય થયો હતો જેથી કરીને આ દિવસની કારગિલ વિજય દિવસ તરીકે સમગ્ર દેશની અંદર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે આજે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કારગીલ વિજય દિવસથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ ભાજપના હોદ્દેદારો અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ તકે દેશના સીમાઓને સુરક્ષિત રાખવા માટે થઈને જે જવાનોએ પોતાની ફરજઅદા કરી હતી અને હાલમાં નિવૃત્ત થયા છે તેવા મોરબી જિલ્લાના નિવૃત્ત આર્મીમેનોનું સન્માન પણ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા
