મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોડના ખાડા બૂરીને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરવા તેમજ નવા જંકશન બનાવવા કરી રજૂઆત


SHARE













મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના સર્વિસ રોજના ખાડા બૂરીને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરવા તેમજ નવા જંકશન બનાવવા કરી રજૂઆત

મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડમાં ખાડા પડી ગયા છે, સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે તથા ખાડા પડી ગયા છે આટલું જ નહીં પરંતુ ઓવરબ્રિજ ઉપરની લાઈટો બંધ છે જેથી મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત ફરિયાદ સાથે રજૂઆત કરવામાં આવી છે અને એક-બે નહીં પરંતુ કુલ મળીને 19 જગ્યા ઉપર સમારકામ કરવા માટેની લેખિત યાદી આપવામાં આવી છે

મોરબી જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર-27 પસાર થાય છે અને આ હાઈવે રોડ મોરબી, માળિયા અને વાંકાનેર ત્રણ તાલુકાને ક્રોસ કરે છે. અને આ કુલ 95 કિલો મીટરનો હાઇવે રોડ છે જેના ઉપર એક નહીં પરંતુ અનેક જગ્યાએ મેઇન રોડ તેમજ સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા છે, વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને ઓવરબ્રિજ ઉપર લાઈટો બંધ છે આવી અનેક સમસ્યાઓના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિતમાં રોડ બાબતની ફરિયાદ અને રજૂઆત કરવામાં આવેલ છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી માળીયા જામનગર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, માળીયા હળવદ હાઇવે રોડ ઉપર ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, રાજકોટ ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, ટિંબડી ગામ પાસે સર્વિસ રોડ, માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, ત્રાજપરના ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ, ઢુવા ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે, વાંકાનેર ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર તાત્કાલિક સમારકામ કરવાની જરૂર છે. તો લાલપર, રફાળેશ્વર, મકનસર, બંધુનગર વિગેરે જગ્યાએ પણ સર્વિસ રોડ ઉપર સમારકામ કરવાની તાત્કાલિક જરૂર છે તેમજ સોખડા, ગાળા, હરીપર, ભરતનગર,ધીરપુર, નવા જાંબુડીયા અને સરતાનપર ચોકડી પાસે જંકશન બનાવમાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તથા સર્વિસ રોડની બાજુમાં જ્યાં વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા હતી તે બંધ છે જેથી વરસાદી પાણી સર્વિસ રોડ ઉપર ભરાઈ જાય છે માટે ત્યાં યોગ્ય રીતે સાફ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News