વાંકાનેર તાલુકાનાં રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત
મોરબી બીઆરસી-સીઆરસીની જૂની ટીમનું સ્નેહ મિલન યોજાયું
SHARE







મોરબી બીઆરસી-સીઆરસીની જૂની ટીમનું સ્નેહ મિલન યોજાયું
મોરબીમાં વર્ષ 2001/02 માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી ત્યારે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી અને બીઆરસી તરીકે નિમણુંક આપવામાં આવી હતી અને વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે વિસ દિવસીય શિક્ષક તાલીમ, એડપટ્સ, પ્રજ્ઞા અભિગમ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, જેન્ડર એજ્યુકેશન, કિશોરીમેળા, શાળા બહારના બાળકો માટે એસટીપી વર્ગો ચલાવવા, સાક્ષરતા અભિયાન દરમ્યાન 15 થી 35 વર્ષના નિરક્ષર માટે રાત્રી વર્ગો, એસટીપી વર્ગના બાળકો માટે વૉકેશનલ ટ્રેનિંગ વર્ગો, સમરકેમ્પ શાળા, સીઆરસી, બીઆરસી જિલ્લા કક્ષાના રમતોત્સવ, બાલમેળા, સાયન્સ સીટીની એક્સપોઝર વિઝીટ, એસએમસીના તમામ સભ્યોની તાલીમ, સરપંચોની તાલીમ તમામ વિભાગોના અધિકારીઓ માટેની કર્મયોગી તાલીમ અને વિવિધ સરકારી કાર્યક્રમોની કામગીરી રાત દિવસ જોયા વગર કરી બીઆરસી-મોરબીનું નામ રાજ્યકક્ષાએ રોશન કરવામાં જેમનો સિંહફાળો છે, એવી ટીમનું મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે સ્નેહમિલન યોજાયું હતું
