હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા
રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી શાખાના કર્મચારીએ કરી ખાતેદારો-બેંક સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ
SHARE
રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી શાખાના કર્મચારીએ કરી ખાતેદારો-બેંક સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ
મોરબી ટુડે દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખાના કર્મચારીઓ દ્વારા ખાતેદારોની જાણ બહાર તેની એફડી (ફિક્સ ડિપોઝિટ)ની રકમનો ઉપડવામાં આવી હોવાથી બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ હાલમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા બેંકના જ એક કર્મચારીની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેન્કના ખાતેદારો આ ને બેન્કની સામે કરાવતા હોય છે અને એફડીની રકમ જ્યારે પાકે ત્યારે તે લોકોને મોટી રકમ મળે તેવી અપેક્ષા રાખતા હોય છે પરંતુ મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્કની અંદર આવનારા કેટલાક ગ્રાહકો સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીએ પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારી દ્વારા એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કરીને ગત ઓગસત માહિનામાં બેન્કના બે કર્મચારીઓને બેંકમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને બેંકના ઓડિટ વિભગા દ્વારા કુલ કેટલા રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે તેની વિગતો મેળવવામાં આવી રહી હતી ત્યાર બાદ હાલમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર મુળ સુરત પાંડેસરા જી.આઇ.ડી.સી રોડ આકાશ રોહાઉસ બ્લોકનં.૨૩૯ ના રહેવાસી ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ હાલમાં બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે આવે તે તમામની સામે સાથે ઠગાઇ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી છે
હાલમાં બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી મોરબી રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા
આ કર્મચારી દ્વારા બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી છે અને બેન્કમાંથી અંગત ઉપયોગ માટે આ રકમને ઓળવી જઈ આરોપી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ આરોપીઓએ બેન્ક સાથે ઠગાઇ અને વિશ્વાસધાત કરેલ છે જેથી પોલીસે બેંકના ડેપ્યુટી ચીફ મેનેજરની ફરિયાદ લઈને આરોપીની સામે આઇ.પી.સી.કલમ-૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે