રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી શાખાના કર્મચારીએ કરી ખાતેદારો-બેંક સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ
વાંકાનેર બાઉન્ડ્રી પાસે આઇસરની પાછળ કાર અથડાતાં પિતા-પુત્રીને ઇજા
SHARE
વાંકાનેર બાઉન્ડ્રી પાસે આઇસરની પાછળ કાર અથડાતાં પિતા-પુત્રીને ઇજા
વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ટોલનાકા નજીકથી કાર પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં કૂતરું ઉતરતા કૂતરાને બચાવવા જતા કાર રોડ સાઈડમાં પડેલ આઇસરની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારચાલક તેમજ તેની સાથે કારમાં બેઠેલ તેની દીકરીને ગંભીર ઇજા થવાથી સારવારમા લઈ ગયા હતા અને હાલમાં પોલીસે કારચાલકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં કોઠારીયા કોલોની કવાર્ટર નંબર ૨૪૬ અને બ્લોક નંબર ૩૫ માં રહેતા હુલાસબા હારૂભા જાડેજા (ઉમર ૫૧)એ હાલમાં તેઓના પતિ હારૂભા જાડેજા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પતિ અલ્ટો કાર નંબર જીજે ૩ કેપી ૫૨૭૧ લઈને વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તા ઉપર કૂતરું આદું ઉતરી આવ્યું હતું જેથી કરીને તેને બચાવવા માટે જતા રોડ સાઈડમાં પહેલા આઇસર નંબર જીજે ૩૬ વી ૨૪૯૮ માં પાછળના ભાગમાં અથડાઇ હતી જેથી કરીને ફરિયાદીના પતિ હરુભા અને તેની દીકરી ચેતનાબાને ઇજાઓ થઇ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે