મોરબી અને વાંકાનેરની બે સંસ્થા દ્વારા કીડિયારું ભરેલ શ્રીફળને જંગલ મુકાયા
મોરબીના પરિવારને ગાંધીધામ પાસે નડ્યો અકસ્માત, પાંચ લોકો સારવારમાં
SHARE







મોરબીના પરિવારને ગાંધીધામ પાસે નડ્યો અકસ્માત, પાંચ લોકો સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ગાંધીધામ ખાતે દરગાહે દર્શન માટે ગયો હતો.અને ત્યાંથી પરત ફરતો હતો ત્યારે આગળ જતા ટ્રેલર વાળાએ અચાનક બ્રેક મારતા કાર તે ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી.જેથી કારમાં સવાર મોરબીના પાંચ લોકોને નાની-મોટી ઇજાઓ થવાથી ગાંધીધામ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસાપરામાં આવેલ મદીના સોસાયટી બિલાલી મસ્જિદ પાસે રહેતા ઉસ્માનગની કરીમભાઈ જામ (૩૮), સાહિનબેન ઉસ્માનગની જામ, જેતુનબેન સલીમભાઈ માણેક (૪૨), શકીલ સલીમભાઈ મેર (૨૫) અને સોનબાઈ શકીલભાઈ મેર (૨૧) મોરબીથી કારમાં ગાંધીધામ ખાતે આવેલ દરગાહે દર્શન માટે ગયા હતા.અને તેઓ પરત આવતા હતા ત્યારે ગાંધીધામ (કચ્છ) પાસેના પડાણા-વસાણા ગામની વચ્ચે ઓવરબ્રિજ ઉપર આગળ જતી ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા તેઓની કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી.તા.૨૭-૭ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં બનેલા અકસ્માત બનાવમાં પાંચેય લોકોને પ્રથમ ગાંધીધામ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળે છે.હાલ આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ગાંધીધામ પોલીસને જાણ કરવામાં આવી હતી.જયારે અન્ય એક બનાવમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી પાસે બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં પંકજ વિરજીભાઈ ગડેશિયા (૪૩) રહે.સરસ્વતી સોસાયટી સર્કિટ હાઉસ સામેને ઇજા થતા સામાકાંઠે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
કોપર વાયરના શંકાસ્પદ જથ્થા સાથે બે પકડાયા
મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબીના હરીપર કેરાળા ગામ નજીક આવેલ આઈકોલેક્ષ પેપર મીલ નજીકથી બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડવામાં આવ્યા હતા.તેઓ પાસે રહેલ બે બાષ્કાબાચકાઓમાં તપાસ કરવામાં આવતા તેમાં કોપરના વાયરનો જથ્થો સામે આવ્યો હતો.જેથી હાલમાં તપાસના કામે પ્રવીણ ગોવિંદભાઈ વાજ્લીયા દેવીપુજક (૨૧) રહે.ગુલાબનગર જામનગર તથા ગગજી અજમલ વાજેલીયા દેવીપુજક (૨૦) રહે.ધુંવાવ જામનગરની ૬૦ કિલો વજનના કોપરના વાયર કિંમત રૂપિયા ૩૦ હજાર સાથે અટકાયત કરી તે બાબતે આગળ તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના ભક્તિનગર સર્કલથી ચિત્રકૂટ સોસાયટી તરફ જતા રસ્તે એસઆરના પંપ પાસે બાઈક સહિત નીચે પડી જતા રાજેશભાઈ પરસોત્તમભાઈ કતકવરા (૬૧) રહે.સુખપુર જુનાગઢ વાળાઓને ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાડાથી ઘુનડા જતા રસ્તે ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા ધનગૌરીબેન મગનભાઈ શેરસિયા નામના ૭૨ વર્ષના વૃદ્ધા પુત્ર પાછળ બેસીને બાઈકમાં પંચાસર રોડ સત્યમ હોલ નજીકથી જતા હતા ત્યાં પડી જતા તેમને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ આવ્યા હતા.તેમજ મોરબી પોસ્ટ ઓફિસ નજીક બાઇક સ્લીપ થવાના બનવામાં અજીતસિંહ ધીરૂભા ચૌહાણ (૩૫) રહે.દરબારગઢ પાસે ઘનશ્યામપુર હળવદને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ધુળકોટ ગામના રહેવાસી તુલસીબેન હસમુખભાઈ ગઢીયા નામની ૧૪ વર્ષની બાળકી ધુળકોટ ગામે પટેલ છાત્રાલય નજીક સાયકલમાં જતી હતી.ત્યાં ખાડામાં સાયકલ સહીત પડી જતા ઇજા પામતા સારવાર માટે લઈ જવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છે.
