મોરબીના પરિવારને ગાંધીધામ પાસે નડ્યો અકસ્માત, પાંચ લોકો સારવારમાં
પ્રમાણિકતા : મોરબીમાં બે ખોવાયેલ પાકીટો મૂળ માલીકને પરત કરાયા
SHARE







પ્રમાણિકતા : મોરબીમાં બે ખોવાયેલ પાકીટો મૂળ માલીકને પરત કરાયા
મોરબીના સામાકાંઠે બે અલગ અલગ જગ્યાઓએ પાકીટ મળવાની ઘટનાઓ બની હતી.જેમાં લોભ લાલચ રાખ્યા વિના ઉમદા વ્યક્તિઓ દ્વારા તે પાકીટ તેઓના મૂળ મલિક સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને પ્રમણિકાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.આજના સમયમાં પણ આ પ્રકારની ઘટના ખરેખર પ્રેરણાદાય ગણાય.
જેમાં મોરબીમાં એક સિક્યુરિટીગાર્ડની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.મોરબીની બધુંનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમૂલભાઇ જોષીનું રોકડ રૂપિયા ૧૦ હજાર તેમજ ડોક્યુમેન્ટ્સ સાથેનું પાકીટ ખોવાઈ ગયેલ હતું.જે પાકીટ અમૃત હાઈટ્સ, વૃંદાવન પાર્ક, મોરબી-૨ માં સિક્યુરિટી તરીકે જવાબદારી સંભાળતા સાગરભાઈને મળી આવ્યું હતું.જેથી સાગરભાઈએ અમલુભાઈ જોષીને રૂબરૂ મળીને પાકીટ પરત કર્યું હતું.
તેમજ મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી પાસેથી ગણેશ બટુકભાઈ સરવૈયાના નામના અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ જનકભા ગઢવીને મળેલ હતુ.જે અંગે સોશ્યલ મિડીયામાં જાહેરાત કરીને જે કોઈનું પાકીટ હોય તેઓએ સંપર્ક કરવો તેમ મોબાઅલ નંબર આપી જાહેર કર્યુ હતુ જેને પગલે તે પાકીટના મૂળ માલીક મળી આવતા તેઓને પણ પાકીટ પરત આપ્યુ હતુ.ત્યારે આજના આ સમયમાં આવી પ્રમાણિકતા ભાગ્યે જ જોવા મળતી હોય છે.
