મોરબીના પ્રફુલ્લભાઈ રાદડિયાની રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયામાં ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમણુક
મોરબીના કમિશ્નરે સફાઈ કર્મચારીઓની હાજરીનું કર્યું નિરીક્ષણ
SHARE







મોરબીના કમિશ્નરે સફાઈ કર્મચારીઓની હાજરીનું કર્યું નિરીક્ષણ
મોરબી મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા ઝોન નં-3 ની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા ચાલી રહેલા સફાઈ કાર્યો અને કર્મચારીઓની હાજરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કમિશનરે મચ્છુ માતાજી મંદિર, હુસેનપીર દરગાહ, સિપાઈવાસ, અને ખાખરેચી દરવાજા પાસે આવેલા GVP પોઈન્ટની પણ તપાસ કરી હતી. વધુમાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગત તા 22 થી 28 જુલાઇ સુધીમાં સ્વચ્છતા નિયમોના ભંગ બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ કુલ 10,180 નો દંડ વસૂલ કર્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે વીસીપરા, નવલખી રોડ, માધપરા અંબિકા રોડ, આલાપ રોડ, યદુનંદન સોસાયટી, કેસરબાગ પમ્પિંગ સ્ટેશન, સુરજબાગ પમ્પિંગ સ્ટેશન, અને સરદારબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
