મોરબી જીલ્લામાં યુરીયા ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ બંધ કરાવીને ખેડૂતોને આપવા કોંગ્રેસના પ્રમુખે કરી રજૂઆત
SHARE







મોરબી જીલ્લામાં યુરીયા ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ બંધ કરાવીને ખેડૂતોને આપવા કોંગ્રેસના પ્રમુખે કરી રજૂઆત
મોરબી જિલ્લામાં ખેડૂતોને યુરીયા ખાતરની સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ આપવામાં આવે છે અને જો ખેડૂતો દ્વારા નેનો ખાતર તથા અન્ય દવા લેવાની ના પાડવામાં આવે તો તેઓને યુરીયા ખાત આપવાની મનાઈ કરવામાં આવી રહી છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે નાયબ ખેતી નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ખેડૂતો યુરીયા ખાતર લેવા જાય છે ત્યારે તેઓને યુરીયા ખાતર સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ લેવા માટે કહેવામા આવે છે અને જો ખેડૂતો નેનો ખાતર તથા અન્ય દવા લેવાની ના પાડે તો યુરીયા ખાતર આપવું નહીં. તેમ કહીને ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. તો શું ખેતીવાડી કચેરી તરફથી આવું દબાણ કરવામાં આવે છે કે કેમ ? તેવો સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે.
વધુમાં તેઓએ કહ્યું છે કે, ખેડૂતોને આપવામાં આવતું ખાતર ઔદ્યોગિક એકમોમાં મોકલી આપવામાં આવતું હોવાની જાણકારી મળી છે. જો ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં જે જથ્થો જાય છે તેને અટકાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને સમયાંતરે ખાતર પૂરું પાડવામાં આવે તેમજ નેનો ખાતર અને અન્ય દવાઓ આપવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. અને જો આ રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો નાછુટકે ખેડૂતોના સાથે રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ બનાવો
મોરબી જીલ્લાનો નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ અતિ જર્જરીત હાલતમાં આવેલ છે.આ રોડ અનેક નાના-મોટા ગામડાઓને જોડતો મુખ્ય હાઈવે છે.આ રોડ ઉપરથી નાના-મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે.રોડની જર્જરીત હાલતના કારણે વાહનોના અકસ્માત થવાની પણ દહેસત છે.તેમજ આ અગાઉ ખરાબ રોડના કારણે અકસ્માત થવાના પણ બનાવો સામે આવેલ છે.હાલમાં વરસાદના કારણે હાઈવે ઉપર અમુક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયેલ છે.જેના કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકશાની થાય છે.તેમજ ગામડેથી ધંધા અર્થે મોરબી આવતા-જતાં લોકો અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓેએ રોડની જર્જરીત હાલતના કારણે જીવના જોખમે પસાર થવું પડે છે.જેથી ઉપરોક્ત રજુઆતને ધ્યાને લઈ નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ તાત્કાલીક ધોરણે બનાવી આપવા ઘટીત કાર્યવાહી કરવા પણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ માંગ કરેલ છે.
