મોરબી જીલ્લામાં યુરીયા ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ બંધ કરાવીને ખેડૂતોને આપવા કોંગ્રેસના પ્રમુખે કરી રજૂઆત
ભરતી ઉત્સવ: મોરબીની ગ્રાન્ટેડ શાળાઓમાં 55 નવા શિક્ષકો મળ્યા
SHARE







ભરતી ઉત્સવ: મોરબીની ગ્રાન્ટેડ શાળાઓમાં 55 નવા શિક્ષકો મળ્યા
સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં શિક્ષક ઘટ નિવારવા છેલ્લા થોડા સમયથી કમિશનર કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ છે. પ્રથમ ચરણમાં સરકારી ઉચ્ચતર વિભાગમાં મોરબીને 33 શિક્ષકો મળ્યા. બીજા ચરણમાં ગ્રાન્ટેડ ઉચ્ચતરમાં 17 શિક્ષકો મળ્યા. ત્રીજા ચરણમાં સરકારી માધ્યમિક વિભાગમાં 44 શિક્ષકો જ્યારે ગઈકાલ ભરતીપ્રક્રિયાના અંતિમ ચરણમાં 60 શિક્ષકોની ફાળવણી થઈ હતી. જેમાંથી 55 શિક્ષક હાજર રહેતા ચારેય તબક્કામાં કુલ 149 નવા શિક્ષકો મળતા સમગ્ર શિક્ષણ જગતમાં હાશકારાની લાગણી અનુભવાય હતી. હવે સરકારી શાળામાં કુલ 07 તથા ગ્રાન્ટેડ શાળામાં 12 જગ્યા ખાલી રહી છે.
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ "સતત શીખતા રહેવાની અને શિક્ષણની સાથે સંસ્કાર આપવાની" શીખ નવનિયુક્ત શિક્ષકોને આપી હતી.ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી ,શિક્ષક અગ્રણી સરસાવડીયા અને વર્ગ-૨ આચાર્ય ભરત વિડજાએ નિષ્ઠાથી કામ કરવાની અપીલ કરી હતી.સમગ્ર સંચાલન ઇ.આઇ પ્રવીણભાઈ અંબારિયાએ સંભાળેલ જ્યારે આયોજન વ્યવસ્થામાં બ્રિજેશભાઈ જાજલ ,સતિષભાઈ સાણજા અને કેળવણી નિરીક્ષક મિત્રો બાદીભાઈ, નગીનભાઈ, ફાલ્ગુનીબેન અને દીપલબેનએ સંભાળી હતી.જ્યારે નવનિયુક્ત શિક્ષકોમાંથી હર્ષદગીરી બી.ગોસ્વામી અને હેન્સીબેન એન.સલાટએ પોતાના પ્રતિભાવો હર્ષ સાથે વ્યક્ત કર્યા હતા.
