વાંકાનેરના નાગલપર ગામની શાળાની અંડર 14 ખોખોની ટીમ તાલુકામાં વિજેતા
SHARE








વાંકાનેરના નાગલપર ગામની શાળાની અંડર 14 ખોખોની ટીમ તાલુકામાં વિજેતા
રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ, મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર 14 માં ખોખો ટીમ ભાઈઓ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી નાગલપર પ્રાથમિક શાળા દ્વારા હરીફ ખોખો ની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર 14 ની ખોખો ની ભાઈઓ ટીમે વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર મેળવી વાંકાનેર તાલુકા અને નાગલપર પ્રાથમિક શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે. તે બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શિક્ષક મિત્રોને જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.
