મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર સાવધારના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
SHARE








મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર સાવધારના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપી સાગર સાવધાર રિમાન્ડ ઉપર હતો જેના ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને આ આરોપીની પૂછપરછમાં જેના નામ સામે આવ્યા છે તેના નિવેદન લેવા માટેની કામગીરી હાલમાં સીઆઇડી દ્વારા કરવામાં આવી રહી છે.
મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 વાળી જમીન કૌભાંડની માર્ચ-૨૦૨૫ માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે મહિલા સહિત બે લોકોની સામે નામ જોગ અને તપાસમાં જેના નામ સામે આવે તે રીતે ફરિયાદ લેવામાં આવી હતી અને આ ગુનાની તપાસ સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમ કરી રહી છે તેવામાં આ ગુનામાં સાગર નવઘણભાઇ સાવધાર (39) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને તે આરોપીના ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને સીઆઇડીની ટીમે આરોપીને જેલ હવાલે કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ સાગર રબારી એ આરોપી શાંતાબેનના ઘર સુધી જઈને તેનો સંપર્ક કર્યો હતો, શાંતાબેનનું બેન્ક એકાઉન્ટ ખોલવ્યું હતું, બેંકમાં જે ફોર્મ ભરવામાં આવ્યું તેમાં સહી કરી હતી અને શાંતાબેનનું જે બોગસ પાન કાર્ડ બનાવ્યું હતું જેથી તેની પૂછપરછમાં જે લોકોના નામ સામે આવ્યા છે તેઓના નિવેદન લેવા માટેની કાર્યાવહી હાલમાં સીઆઇડીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે.
