મોરબીમાં સર્વાઈકલ કેન્સર વિરોધી રસી માટે કેમ્પ યોજાયો
SHARE








મોરબીમાં સર્વાઈકલ કેન્સર વિરોધી રસી માટે કેમ્પ યોજાયો
મોરબીમાં તાજેતરમાં Firstcry મોરબી દ્વારા મોરબીમાં સૌપ્રથમ વખત સર્વાઇકલ કેન્સર વિરોધી રસી માટેનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન-ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને મીનું’સ સંડે સ્કૂલનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આ કેમ્પ માટે મોરબીના નામાંકિત ગાયનોકોલોજીસ્ટ દેવીનાબેનને પણ સહયોગ આપ્યો હતો. આ કેમ્પમાં નિ:શુલ્ક સર્વાઇકલ વિરોધી રસી દેવશ્રી હોસ્પિટલમાં તેમના નિરીક્ષણ હેઠળ જ આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મોરબીની દીકરીઓએ આ વિનામૂલ્યે રસીકરણનો લાભ લીધો હતો.
