મોરબી જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના એસેસ્મેન્ટ માટે કેમ્પ યોજાશે
માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તલાટી મંત્રીના હસ્તાક્ષરના નમૂના લેતી સીઆઇડી: આરોપી જેલ હવાલે
SHARE








માળિયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તલાટી મંત્રીના હસ્તાક્ષરના નમૂના લેતી સીઆઇડી: આરોપી જેલ હવાલે
માળીયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને માળીયાની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે તેને ફરી કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આરોપી તલાટી મંત્રીએ બોગસ વારસાઈ આંબો બનાવ્યો હતો જેથી તેના હસ્તાક્ષરના નમૂના સીઆઇડીની ટિમ દ્વારા લેવામાં આવેલ છે અને તેને એફએસએલમાં મોકલાવવામાં આવશે તેવું જાણવા મળેલ છે.
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું બીમારી સબબ થોડા સમય પહેલા અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તે મહિલાને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તે મહિલાને વારસદાર બનાવમાં આવી હતી. જે બાબતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ સહિતનાઓની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસ રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે તેમના દ્વારા આ ગુનામાં બોગસ વારસાઈ આંબો બનાવી આપનારા સરવડ ગામના તત્કાલિન તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખર (37) રહે.મોરબી વાળની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. અને માળિયા (મી) ની કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે તપાસનીસ અધિકારી દ્વારા આરોપીને માળીયાની કોર્ટમાં રજૂ કરીને કોર્ટના આદેશથી આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપી તલાટી મંત્રી દ્વારા બોગસ વારસાઈ આંબો બનાવી આપવામાં આવેલ છે જેથી તે હાલમાં ખાખરાળા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હોય ત્યાંથી તેના હસ્તાક્ષરના નમૂના લેવામાં આવેલ છે અને તેને એફએસએલમાં મોકલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં બીજા આરોપીઓ સંડોવાયેલ હોય તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
