મોરબીની મહિલાનું ડિલિવરી માટે ઓપરેશન રૂમમાં જતાં સમયે હૃદય બંધ થઈ જવાથી મોત
SHARE








મોરબીની મહિલાનું ડિલિવરી માટે ઓપરેશન રૂમમાં જતાં સમયે હૃદય બંધ થઈ જવાથી મોત
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં ઉપાસના એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પ્રસુતિની પીડા થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડીલેવરી માટે થઈને લઈ ગયા હતા દરમિયાન તેનું હૃદય બંધ પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું હૃદય ચાલુ હતું દરમિયાન તેને સિઝેરિયન માટે ઓપરેશન રૂમમાં લઈ જતા તે દર્દીનું ફરી પાછું હૃદય બંધ થઈ જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું જે અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં ઉપાસના એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 501 માં રહેતા હિતીક્ષાબેન ભાવિનભાઈ ભાડજા (32) નામના મહિલાને રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ આગમન હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી માટે થઈને દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને પ્રસુતિનો દુખાવો ઉપાડતા તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા ત્યાં દર્દીનું હૃદય બંધ પડી જવાના કારણે તેને વધુ સારવાર માટે રાજકોટમાં આવેલ ગીરીરાજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને દર્દીનું હૃદય ચાલુ હોય તેઓને સિઝેરિયન માટે ઓપરેશન રૂમમાં લઈ ગયા હતા દરમિયાન તે દર્દીનું હૃદય ફરી પાછું બંધ પડી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને આ અંગેની હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
